ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી 21 અને 22 તારીખે આ વિસ્તારોમાં મેઘો રમઝટ બોલાવશે - khabarilallive    

ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી 21 અને 22 તારીખે આ વિસ્તારોમાં મેઘો રમઝટ બોલાવશે

ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજ રોજ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો. સુરતમાં આજે વરસાદી ઝાપટું પડતા વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી છે. આજ રોજ સમગ્ર સુરતમાં છુટોછવાયો વરસાદ વરસ્યો.

બીજી બાજુ અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધીમીધારે વરસાદ વરસ્યો. જેમાં જાફરાબાદના વાડી વિસ્તારમાં પણ આજે વરસાદ વરસ્યો. અમરેલીના બાબરકોટ, વઢેરા, કડિયાળી અને નાગેશ્રીમાં પણ આજે વરસાદ વરસ્યો. એ સિવાય હેમાળ અને ટીમ્બી સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ વરસ્યો.

આ સિવાય અમરેલીના વિવિધ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો. જેમાં સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધારી-ગીર પંથકમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો. ધારીના વીરપુર, જીરા, મુંજાણીયા અને ઈંગોરાળામાં વરસાદ ખાબક્યો.

બીજી બાજુ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વાપી અને તેની આસપાસના વિસ્તારમાં પણ આજે વરસાદ ખાબક્યો. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો.

જૂનાગઢ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં વિસાવદરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો. ખેડૂતોએ પણ વાવણી કરી હોવાથી વરસાદના કારણે હાશકારો અનુભવ્યો.  વિસાવદરમાં આજે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો.

એ સિવાય ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઇ ગયો. ભાવનગરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી પણ વધારે રાહત મળી.

રાજ્ય (ગુજરાત) માં જ્યારે ખરેખર ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે. એવાં સમયે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વધારે મહત્વ ધરાવતી હોય છે. ત્યારે અંબાલાલની આગાહી અનુસાર, રાજ્યમાં 25 જૂનથી 3 જુલાઇ સુધી વાવણીલાયક વરસાદ વરસશે. ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે.

બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ થશે. ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ થશે. તો અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *