રથયાત્રાને લઈને કડક પગલા અમદાવાદમાં પકડાયા એવા 7 લોકો કે તંત્ર આવ્યું એલર્ટ માં

કોરોના મહામારીના કારણે છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાંથી કાઢવામાં આવી નથી. ત્યારે આ વર્ષે રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાની શક્યતાને પગલે તંત્ર સતર્ક થયુ છે. રથયાત્રાને લઈને પોલીસ વિભાગ પણ એલર્ટ થઇ ગયો છે.

બીજી તરફ નૂપુર શર્માના વિવાદિત નિવેદનને લઈને દેશ ભડકે બળી રહ્યો છે જે મામલે અલકાયદા દ્વારા આપવામાં આવેલ હુમલાની ધમકીને લઈને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાબદું બન્યું છે. તેવા સંજોગો વચ્ચે આજે અમદાવાદમાંથી 7 બાંગ્લાદેશી નાગરિકોની sog પોલીસ ધરપકડ કરી લીધી છે. 

પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ
અમદાવાદમાં કોરોનાકાળના બે વર્ષ બાદ ચાલુ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધુમથી ઉજવાશે. તાજેતરમાં જ અખાત્રીજના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલા 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કોરોના કાળના 2 વર્ષ બાદ અખાત્રીજ પર્વે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ગત તા. 14 જૂનના રોજ જળયાત્રા યોજાઇ હતી.આ રથયાત્રાના આયોજનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને અગાઉ બેઠક યોજાઇ હતી.

જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવ્યા બાદ અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે ત્યારે આજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે 7 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી લીધી હતી. આ સાતેય શખ્સો ગેરકાયદે ભારતમાં ઘુસી અમદાવાદ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે આ તમામ શખ્સોને દબોચી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *