વૈષ્ણો દેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ દરેકના પરિવારને મળશે

જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. માતા વૈષ્ણો દેવીના મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. આમાં અત્યાર સુધીમાં 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ તમામ ભક્તો નવા વર્ષના દર્શન માટે આવ્યા હતા.આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોના મત થયા હોવાના અહેવાલ છે.

વૈષ્ણોદેવીની યાત્રા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં ભાગદોડમાં લોકોના મતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય જી સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો.

PM એ જાહેરાત કરી છે કે માતા વૈષ્ણો દેવી ભવનમાં જે લોકો નાસભાગમાં જીવ ગુમાવ્યા છે તેમના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.પોલીસ કંટ્રોલ રૂમ રિયાસીએ માહિતી આપી હતી કે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં ઘાયલ થયા હોવાની માહિતી છે. બચાવ કામગીરી ચાલુ છે.

સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું છે કે નાસભાગમાં 6 લોકોના મોત થયા છે. અત્યારે ચોક્કસ સંખ્યા કહી શકાતી નથી. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.. કુલ ઘાયલોની પણ પુષ્ટિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published.