રાજ્યના હવમાને કરી ગુજરાત માટે ખાસ આગાહી ચોમાસું પહોચ્યું મહારાષ્ટ્ર માં ગુજરાત વાસીઓને શા માટે જોવી પડે છે રાહ - khabarilallive    

રાજ્યના હવમાને કરી ગુજરાત માટે ખાસ આગાહી ચોમાસું પહોચ્યું મહારાષ્ટ્ર માં ગુજરાત વાસીઓને શા માટે જોવી પડે છે રાહ

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ચોમાસુ હજુ મહારાષ્ટ્ર પહોંચ્યું છે પરંતુ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં કયા જિલ્લામાં વરસાદ વરસશે તેને લઈ આગાહી કરી છે.

આજે હાલમાં કરેલી આગાહી અનુસાર આજે રાત્રે 10 વાગે કેટલાક જિલ્લામાં મેઘરાજા મહેર વરસાવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ભરૂચ, સુરત, ડાંગ અને દાદરાનગર હવેલીમાં આગામી પાંચે દિવસ વરસાદી જાપટા પડસે, તો સૌરાષ્ટ્રમાં જુનાગઠ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, હાલ મહારાષ્ટ્રમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થન્ડર સ્ટોર્મની એક્ટિવિટી પણ રહી શકે છે. હાલ ભેજવાળા પવનને પગલે વરસાદી માહોલ જામ્યો છે. તો જોઈએ ક્યાં ક્યારે વરસાદ વરસી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે પરંતુ હાલમાં વરસાદ પડવાની કોઈ શક્યતા જોવા મળી રહી નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા વિસ્તારમાં ગરમીમાં રાહત જોવા મળી શકે છે, પરંતુ વરસાદ માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે.

1મી જૂનના રોજ કોંકણના મોટાભાગના ભાગો મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. તો આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, તથા ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને મધ્યમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *