ગુજરાતના ખેડૂતોએ કર્યો ચમત્કાર બનાવી દીધી એવી વસ્તુ કે પ્રેટોલ ડીઝલ ની જરૂર જ નહિ પડે - khabarilallive    

ગુજરાતના ખેડૂતોએ કર્યો ચમત્કાર બનાવી દીધી એવી વસ્તુ કે પ્રેટોલ ડીઝલ ની જરૂર જ નહિ પડે

પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતોના કારણે વધતી મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. ભલે પછી શાકભાજી-ફળો હોય, કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભાડું… બધુ મોંઘું થઈ ગયું છે. ખેડૂત પણ બળતણના વધતા ભાવોથી હેરાન છે.

તેવામાં ગુજરાતના એક યુવકે બેટરીથી ચાલનારૂ ‘ઈલેક્ટ્રીક ટ્રેક્ટર’ બનાવીને લોકોમાં સોશિયલ મીડીયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. ગુજરાતના પિપ્પર ગામનો છે મામલો’ખાનગી ન્યુઝ એજન્સી’ ના રિપોર્ટ મુજબ, ગુજરાતના જામનગર જિલ્લામાં કલાવાડ તાલુકાના પિપ્પર ગામમાં રહેતા 34 વર્ષીય મહેશભાઈએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કંટાળીને બેટરીથી ચાલતી ‘વ્યોમ’ નામનું એક ટ્રેક્ટર તૈયાર કર્યુ છે.

વાસ્તવમાં, મહેશના પિતા એક ખેડુત છે. તેથી તેઓ બાળપણથી જ ખેતીવાડીનું કામ જોતા અને કરતા આવ્યા છે. આ ઈલેક્ટ્રીક ટ્રેક્ટર 22 HP પાવર લે છે, જેમાં 72 વોટની લિથિયમ બેટરી લાગેલી છે. આ એક સારી ક્વોલિટીની બેટરી છે, જેને વારે-વારે બદલવાની જરૂર પડતી નથી.

આ ટ્રેક્ટરને પુરી રીતે ચાર્જ થવામાં 4 કલાક લાગે છે, જેના પછી તે 10 કલાક ચાલી શકે છે! અને હા, આમાં કેટલાક ગજબના ફીચર્સ પણ છે. જેમકે ટ્રેક્ટરની સ્પીડને ફોનથી કંટ્રોલ કરી શકાય છે. તેમાં એક મોટર પણ લાગેલી છે જેને પાણીની જરૂર પડવા પર ઊપયોગ કરી શકાય છે. આ ટ્રેક્ટરથી પ્રદુષણ ફેલાતુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *