ગુજરાતમાં આ જિલ્લામાં ભારે વરસાદ નવરાત્રી માટે મોટી આગાહી આ જિલ્લામાં મઝા બગાડશે વરસાદ - khabarilallive    

ગુજરાતમાં આ જિલ્લામાં ભારે વરસાદ નવરાત્રી માટે મોટી આગાહી આ જિલ્લામાં મઝા બગાડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહશે તેવી શક્યતા છે. રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે.

રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતાઓ છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની આગાહી અનુસાર નવરાત્રીમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં ઉકળાટ વધશે અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

સુરતમાં લાંબાગાળાના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. પીપલોદ, સિટીલાઈટ, અઠવાગેટ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ઉધનાના મુખ્ય માર્ગ પર વરસાદી ભરાયા છે. પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. આગામી 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની ગતિ ધીમી પડવાની સંભાવના છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *