ધરતીપુત્ર માટે આગાહી કાર અંબાલાલ પટેલની મોટી આગાહી અવિરત વરસાદ થી પાકમાં પડશે વરસાદ - khabarilallive    

ધરતીપુત્ર માટે આગાહી કાર અંબાલાલ પટેલની મોટી આગાહી અવિરત વરસાદ થી પાકમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તેમજ આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે ઝાપટા પડવાની શક્યતા છે. ત્રણ દિવસ ઝાપટાના રુપમાં જ વરસાદ વધુ જોવા મળે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ જિલ્લામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ રાજકોટ જિલ્લામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.આ ઉપરાંત વડોદરામાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલે ભીતિ વ્યક્ત કરી છે કે જો રાજ્યમાં આ પ્રકારે અવિરત વરસાદ શરૂ રહેશે તો ખેડૂતોના પાકને નુકસાન થશે. પાક નષ્ટ થઈ શકે છે. પાક બળી જવાની તેમજ જીવાત પડવાની ભીતિ રહેલી છે. આ તરફ વરસાદને લઈને અંબાલાલે જણાવ્યુ છે કે હાલ રાજ્ય પર જે એક બાદ એક વરસાદી સિસ્ટમ બની રહી છે તેને જોતા ભાદરવા મહિનામાં પણ મેઘરાજા ભરપૂર જમાવટ કરે તેવુ લાગી રહ્યુ છે.

આગામી ત્રણ દિવસ અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાવી વકી છે. જેમા અરવલ્લી, સાબરકાંઠા, ઈડરના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ભાવનગર કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં હવે વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે આવશે.

બંગાળના સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી બિહાર અને મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સરહદી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 22 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાથી 22,23,24 રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *