અંબાલાલે આપી ભારે વરસાદની આગાહી તો હવામાન વિભાગે હળવા કોન પડશે સાચું જાણો તમારા જિલ્લામાં કેવો રહેશે વરસાદ
ગુજરાતમાં મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેમ થોડો થોડો પડી રહ્યો છે. હાલ ગુજરાતમાં વરસાદની એક જ સિસ્ટમ છે. જેના કારણે રાજ્યમાં સાત દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધીમાં સામાન્ય કરતા 15 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરવામાં આવી છે.
આજે ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આજે વરસાદની કોઇ વોર્નિંગ નથી પરંતુ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.શહેરમાં સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ધોળકા, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે.