અમદાવાદમાં સવાર સવારમાં ઘોડાપૂર આ જિલ્લામાં ૨૪ કલાક મેઘરાજા વરસાવશે પોતાનો કહેર
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હેવીલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
થોડા દિવસના વિરામ બાદ અમદાવાદમાં ફરીથી વરસાદ વરસવાનું શરૂ થયું છે. આજે સોમવારે સવારથી જ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. આ ઉપરાંત રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારના દિવે વરસાદનું જોર ઘટ્યું હતું. સમગ્ર ગુજરાતના તાલુકાઓમાં માંડ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.અમદાવાદમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘો તૂટી પડશે તેવો માહોલ સર્જાય છે, પરંતુ વરસાદ પડતો નથી.
આવામાં આજે સોમાવરે વહેલી સવારથી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આજે સોમવારે સવારે 7થી 10 વાગ્યા સુધીની આગાહીમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બાકી રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર.
ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ છે.બીજી બાજુ, આજે સવારથી જ અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.
અહીં મોડાસા, મેઘરજ, માલપુર તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. બાયડ, ધનસુરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા છે. માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ઉપરાંત મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.