અમદાવાદમાં વરસાદ શરૂ ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદ ની આગાહી મેઘરાજાનું થયું આગમન
11 જૂને ગુજરાત પહોંચેલું ચોમાસું નબળું પડ્યું છે. તે દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. આવામાં વરસાદ અંગે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે અને ક્યાં-ક્યાં વરસાદ પડશે? તે અંગે માહિતી આપવામાં આવી છે. ચાલો, જોઇએ આગામી 7 દિવસ દરમિયાન ક્યાં-ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસના હવામાન વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે. આગામી 4 દિવસ થંડરસ્ટ્રોર્મ સાથે વરસાદની આગાહી છે. જ્યારે પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
16 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.17 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
19 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 19 જૂન વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.ચોમાસું વલસાડ, નવસારીમાં પ્રવેશ્યું હતું, ત્યારે પણ ત્યાં જ સ્થિતિ બનેલી છે. આગળ ચોમાસાના પ્રોગ્રેસના પાંચ દિવસ બાદ સંકેત છે. તેના પ્રોગ્રેસની સ્થિતિને મોનિટરીંગ કરવામાં આવી રહી છે.