૧૪ થી ૧૬ જૂન આખા ગુજરાતમાં ધમ નાખશે મેઘરાજા તૈયાર થઇ જાઓ છત્રી લઈને
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 15 અને 16 તારીખના વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દર્શાવી નથી. આ સાથે તેમણે ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં મેઘ ગર્જના સાથે વરસાદ થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગ 14 તારીખ ના રોજ મહીસાગર, દાહોદ, સુરત, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં રાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરી છે.
15 તારીખ ના રોજ છોટા ઉદયપુર, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરી છે.
16 તારીખના રોજ નવસારી, દમણ, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લા છુટા છવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.20 જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. રાજયમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થતો રહેશે. 18થી 20 તારીખ આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થવાની શકયતા છે. આ દરમિયાન બંગાળની ખાડીમા નવો કરંટ જોવા મળશે અને 18 અથવા તો 20 જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ છે.
પરેશ ગોસ્વામીએ વઘુમાં જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વિસતારોમાં વરસાદ શરુ રહેશે. 18 થી 20 તારીખમાં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઇ શકે અને ફરીથી આગળ વધશે.હવામાન વિભાગ 14 તારીખ ના રોજ મહીસાગર, દાહોદ, સુરત, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં રાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ નવસારી સુધી જ પહોંચ્યું છે. નવસારી બાદ ચોમાસુ નબળુ પડ્યું છે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાનનું અનુમાન છે.
આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જૂનના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.