હવામાન વિભાગ અને અંબાલાલ ની આગાહી ફરી આવી સામે ગુજરાતમાં સહિત બધી જગ્યાએ ધોધમાર વરસાદ થશે શરૂ - khabarilallive    

હવામાન વિભાગ અને અંબાલાલ ની આગાહી ફરી આવી સામે ગુજરાતમાં સહિત બધી જગ્યાએ ધોધમાર વરસાદ થશે શરૂ

નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. આજે તે મુંબઈ પહોંચી જશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે.

ચોમાસું તારીખ 10 કે 11 સુધીમાં મુંબઈમાં આવી પહોંચશે. મુંબઈના દક્ષિણ માર્ગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ છે કે, તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 21મીની આસપાસ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં બનશે. અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે. દેશના જમીનના ભિન્ન ભિન્ન ભાગમાં પણ લો પ્રેશર બનશે. ગંગા જમનામાં પણ લો પ્રેશર બનશે. આ લો પ્રેશરને કારણે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં જે વહન આવશે તે એકબીજા સાથે ભટકાઇ પડશે.

જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઇ શકે છે. 21 જૂન બાદનું ચોમાસું વધારે ભેજવાળું બનશે.તો બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચાર દિવસ દરમિયાન જે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે.

પાંચમા દિવસ માટે સૌરાષ્ટ્ર રિઝન સહિત ગુજરાતના જે વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે, તેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમેરલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે હવામાન વિભાગે પણ જણાવ્યુ છે કે, આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે.રાજ્ય વિભાગ દ્વારા પણ આગામી 5મી તારીખે ગુજરાત અને ગુજરાતના વિવિધ રાજ્યોમાં વિવિધ વરસાદની પરિસ્થિતિમાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *