બસ માત્ર ૪-૫ દિવસ રહ્યા બાકી પછી ગુજરાતમાં મેઘરાજાની થશે એન્ટ્રી આ તારીખથી કાઢી લેજો છત્રી રૈન કોટ બહાર - khabarilallive    

બસ માત્ર ૪-૫ દિવસ રહ્યા બાકી પછી ગુજરાતમાં મેઘરાજાની થશે એન્ટ્રી આ તારીખથી કાઢી લેજો છત્રી રૈન કોટ બહાર

દેશના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળિ રહયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભીષણ ગરમી પડે છે. એવામાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળિ શકે છે.

દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આજે વરસાદની શક્યતા રરહેેેલી છે, જેના કારણે તાપમાનનો પારો થોડો નીચો જઇ શકે.સમગ્ર સપ્તાહ દરમિયાન વાતાવરણ સારું રહી શકે. આ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને 25 થી 35 કીમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા રહેલી છે.

સાથે જ આવનાર 24 કલાકમાં, લક્ષદ્વીપ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આંધ્રપ્રદેશ, પૂર્વોત્તર ભારત, ઓડિશા, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ અને ઉત્તરપૂર્વ બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની પડી શકે છે.

આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે ધૂળનું તોફાન આવવાની શક્યતા રહેલી છે. વિદર્ભ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ હિમાલય અને કોંકણ અને ગોવામાં હળવા વરસાદની આગાહી છે.આ સપ્તાહ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને 25 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.

રાજ્યના હવામાનને લઇને નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 8 અને 9 જૂનના રોજ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં થનારા ફેરફાર, તાપમાન અને વરસાદ અંગે માહિતી આપી હતી.

રાજ્યમાં આજે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજે કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, સુરત અને દાદરા નગરહવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.

8મી તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.9મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *