૬ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે પડશે વરસાદ આવનાર સપ્તાહમાં મેઘરાજાનું ધમાકેદાર સ્વાગત થશે - khabarilallive    

૬ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે પડશે વરસાદ આવનાર સપ્તાહમાં મેઘરાજાનું ધમાકેદાર સ્વાગત થશે

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડુ સક્રિય થયું છે. આ સાથે જ ચોમાસુ પણ આગળ વધી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં ગરમી નથી પડી એવી ચાલુ વર્ષે ગરમી પડી છે. છેલ્લા એક સપ્તાહથી સતત 44 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે.

સુર્ય પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને ગરમીમાંથી રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદ અને વાવાઝોડાની આગાહ કરી છે. તેમનું અનુમાન છે કે, 24 કલાક ગરમીનુ પ્રમાણ યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અને આશિક ગરમીમાંથી રાહત મળશે. પવનની ગતી પણ વધશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરતા જણાવ્યુ છે કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે. આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. 26 થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે.આહવા, ડાંગ સુરત,સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા રહેશે.

રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.

આખા દેશમાં જે રીતે ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, તે જોતા દેશભરમાં હવે ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કારણ કે, હવે ગરમીને સહન કરવી મુશ્કેલ બની રહ્યું છે. હવે એકમાત્ર વરસાદ જ ગરમીથી મુક્તિ અપાવી શકે છે. દેશના અંદામાન નિકોબાર ટાપુ પર તો સમય પહેલા ચોમાસાનું આગમન થઈ ગયુ છે.

ત્યારે દેશમાં સમય પહેલા ચોમાસાની આગાહી કરાઈ છે. આ વચ્ચે કયા રાજ્યમાં ક્યારે ચોમાસાનો પહેલો વરસાદ આવશે તેનું લિસ્ટ આવી ગયું છે. આવો જાઈએ રાજ્યવાર લિસ્ટ, જેમાં કયા રાજ્યમાં કઈ તારીખે ચોમાસું આવશે તે જણાવાયું છે. સમગ્ર દેશ હાલ ગરમીનો માર સહન કરી રહ્યો છે, ત્યારે હવે ચોમાસાની તમારી આતુરતાનો જલ્દી જ અંત આવી શકે છે. હાલમા જ એક ખુશખબરી આવી છે.

જેમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનના નિકોબાર ટાપુમાં ચોમાસું આવી ગયું છે. હવામાન વિભાગની માનીએ તો જલ્દી જ ભારતમાં જ ચોમાસું આવી જશે. અંદામાન નિકોબાર ટાપુ પર 19 થી 21 મે વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ છે. ત્યારે હવે તમને પણ તમારા રાજ્યમાં વરસાદન તાલાવેલી જાગી હશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જુન સુધી દેશના કેરળ, પોંડિચેરી અને તમિલનાડુ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. જે સામાન્ય તારીખ બતાવવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક, ગોવા, આસામ, ત્રિપુરા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં 5 જૂન સુધી વરસાદ આવી જશે.

હવામાન વિભાગના અપડેટ અનુસાર, તેલંગણા, સિક્કિમ અને મહારાષ્ટ્રમા સામાન્ય રીતે 10 જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જાય છે. આ ઉપરાંત 15 જૂન સુધી ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી વરસાદ પહોંચવાની શક્યતા જણાવાઈ છે.

આ પછી ચોમાસું આગળ વધીને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના બાકીના ભાગો અને ગુજરાતના બાકીના ભાગોમાં 20 જૂન સુધીમાં પ્રવેશ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન, 25 જૂન સુધી, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના બાકીના ભાગોમાં ચોમાસું વરસી શકે છે.

ભારતમાં ચોમાસાનું સંભવિત આગમન
આ સમય દરમિયાન, ચોમાસુ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાં પહોંચવાની અપેક્ષા છે. આ સિવાય જો દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની વાત કરીએ તો હવામાન વિભાગના મતે ચોમાસું 30 જૂન સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે રાજસ્થાનના બાકીના વિસ્તારોમાં તે 5 જુલાઈ સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *