સાબરકાંઠામાં થયું વરસાદનું આગમન રેમલ પહેલા જ વરસાદ થયો શરૂ ઘણી જગ્યાએ પડી ગયા ઝાડ - khabarilallive    

સાબરકાંઠામાં થયું વરસાદનું આગમન રેમલ પહેલા જ વરસાદ થયો શરૂ ઘણી જગ્યાએ પડી ગયા ઝાડ

સાબરકાંઠાના પોશીનામાં ગઈકાલે સાંજે અચાનક વરસાદનું આગમન થયું હતું. ગઈકાલે સાંજે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે પોશીનાનું વાતાવરણ બદલાયું હતું. 24 કલાકમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. પોશીનામાં વરસાદને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યુ. અસહ્ય ઉકળાટ વચ્ચે વાવઝોડા બાદ વરસાદ વરસ્યો હતો.

વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા. વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ પડી જતા વીજપ્રવાહ બંધ થયો હતો.ગુજરાતમાં હજુ આગામી 2 દિવસ હીટવેવની આગાહી છે. આગામી બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થશે તેવુ હવામાન વિભાગનું કહેવું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે.

તો અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે તેવી આગાહી છે. રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન કેટલાય લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા છે. મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે આગામી 27થી 30 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વ ઉત્તર ભારતના ભાગમાં વાવાઝોડાને લીધે ભારે નુકસાન થશે. આ સાથે જ મુશળધાર વરસાદ થવાની શક્યતા પણ રહેશે. આ ઉપરાંત 120 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં હજુ ગરમીની અસર રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમીની અસર રહેશે.

આગામી તારીખ 27 મેના રોજથી 30 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરુચ અને સાપુતારાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે.” વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, “રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના અનેક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આગામી તારીખ 27 અને 28 દરમિયાન જોરદાર પવન ફૂંકાશે.

હવે ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે અને આગામી 8મી જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડિપડિપ્રેશન થશે. આમ 8થી 14 તારીખ દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડું થવાની શક્યતા છે. આગામી 28 મેથી 1 જૂન દરમિયાન ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *