થોડાક જ કલાકોમાં થશે શુરુ વાવાઝોડાની અસર બધે થશે પાણી જ પાણી આ વિસ્તારોમાં તો શરૂ થયો વરસાદ - khabarilallive    

થોડાક જ કલાકોમાં થશે શુરુ વાવાઝોડાની અસર બધે થશે પાણી જ પાણી આ વિસ્તારોમાં તો શરૂ થયો વરસાદ

ચક્રવાતના દરિયા પર ત્રાટકવાનો સમયે સમુદ્રમાં 1.5 થી 2 મીટર ઉંચી લહેરો ઉઠવાની આશંકા છે. જેમાં દરિયાઈ એરિયાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચલા વિસ્તારો પાણીમાં ડૂબી શકી છે. હવામાન વિભાગે 27 મેના રોજ સવારે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે દરિયાઈ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

IMD એ લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યુંકે, સાઈક્લોન રેલમનો પાથ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્વીપ સમુહના દક્ષિણ પૂર્વમાં લગભગ 290 કિલોમીટર, ખેપપુરા (બાંગ્લાદેશ) ના દક્ષિણ પૂર્વમાં 300 કિલોમીટર અને કૈનિંગ (ડબલ્યુબી) દક્ષિણ પૂર્વમાં 320 કિમી પર છે.

એકંદરે, તે સ્પષ્ટ છે કે ચક્રવાત રેમાલ બનશે. પરંતુ, તે ક્યાં ઉતરશે? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળનો દરિયાકિનારો, તેની સૌથી વધુ અસર ક્યાં થશે અથવા તેની તાકાત અથવા કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. નોંધ કરો કે રેમલ એટલે રેતી. તે અરબી શબ્દ છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે.

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે.

25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.સાબરકાંઠાના પોશીનામાં ગઈકાલે સાંજે અચાનક વરસાદનું આગમન થયું હતું. ગઈકાલે સાંજે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે પોશીનાનું વાતાવરણ બદલાયું હતું. 24 કલાકમાં 18 મીમી વરસાદ નોંધાયો છે.

પોશીનામાં વરસાદને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યુ. અસહ્ય ઉકળાટ વચ્ચે વાવઝોડા બાદ વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા. વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ પડી જતા વીજપ્રવાહ બંધ થયો હતો.ગુજરાતમાં હજુ આગામી 2 દિવસ હીટવેવની આગાહી છે.

આગામી બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થશે તેવુ હવામાન વિભાગનું કહેવું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે તેવી આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *