રેમલ વાવાઝોડું આવ્યું સામે એક બે નઈ સાત દિવસ તબાહી મચાવશે વાવાઝોડું આંધી વંટોળ માટે તૈયાર રહે ગુજરાત - khabarilallive    

રેમલ વાવાઝોડું આવ્યું સામે એક બે નઈ સાત દિવસ તબાહી મચાવશે વાવાઝોડું આંધી વંટોળ માટે તૈયાર રહે ગુજરાત

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.

અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 26થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે.

26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સામાન્ય છે. આગામી થોડા દિવસોમાં ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ 1 જૂનથી શરૂ થાય છે.

હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં કહ્યું છે કે રેમલ વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને તે વધુ તીવ્ર થવાની સંભાવના છે. જો તે ચક્રવાતી તોફાન બનશે તો તેનું નામ ‘રેમલ’ હશે. કેટલાક લોકોનું કહેવું છે કે આ વાવાઝોડાને કારણે ચોમાસા પર પણ અસર પડી શકે છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

હવામાન વિભાગે તોફાની પવન અને વીજળી પડવાની આશંકાને જોતાં કોલકાતામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગનું કહેવું છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 25 મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

આ ભાગોમાં વાદળો 64.5 mm થી 115.5 mm સુધી વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ વરસાદની અપેક્ષા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં ગરમીનું રેડ એલર્ટ છે.

અહીં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.25 મે, 2009ના રોજ ચક્રવાતી તોફાન ‘આઈલા’એ પશ્ચિમ બંગાળના સુંદરબન વિસ્તારમાં તબાહી મચાવી હતી. આ ચક્રવાતી તોફાનથી માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો પણ બાકાત રહ્યા ન હતા. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે જો આ વખતે ફરી બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે તો જે દિવસે ‘આઈલા’ આવ્યું હતું તે જ દિવસે સાંજે ચક્રવાતી તોફાન ‘રેમલ’નું પણ આગમન થવાની સંભાવના છે.

જો કે આ વાવાઝોડું ક્યાં લેન્ડફોલ કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર બહાર આવ્યું નથી, પરંતુ આ વાવાઝોડું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્યાંક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે બાંગ્લાદેશ સહિત ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારથી જ વરસાદ શરૂ થવાની સંભાવના છે, જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, ઓમાને ચક્રવાતી તોફાનને ‘રેમલ’ નામ આપ્યું છે. તે અરબી શબ્દ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *