કાળજાળ ગરમી વચ્ચે હવામાનમાં બદલાયો રંગ અંબાલાલે કરી નવી આગાહી આવનાર ૫ દિવસ જાણો કેવું રહેશે વાતાવરણ - khabarilallive    

કાળજાળ ગરમી વચ્ચે હવામાનમાં બદલાયો રંગ અંબાલાલે કરી નવી આગાહી આવનાર ૫ દિવસ જાણો કેવું રહેશે વાતાવરણ

ઉત્તર પ્રદેશ સહિત દેશભરના વિવિધ રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે એક રાહતભર્યા સમાચાર છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ આવતી કાલે એટલે કે 26મી એપ્રિલે બદલાઈ શકે છે. જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે. અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

જો કે હવામાન ખાતાએ એમ પણ કહ્યું છે કે પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ રહેશે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં 26થી 28 એપ્રિલ વચ્ચે વરસાદનો નવો દોર શરૂ થશે. ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે પણ ખાસ જાણો.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે ભાવનગર, વાપી, વલસાડ, ગણદેવી, બિલીમોરા, નવસારી, છોટાઉદેપુરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જોકે, હવામાન વિભાગ અને નિષ્ણાતોએ ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાય તે અંગેની પણ આગાહી કરી છે

આજે સવારે ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે. શહેરના મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારો તથા શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસ્યો વરસાદ વરસ્યો છે. ઝરમરીયો વરસાદ શરૂ થતાં ઉનાળાની ગરમીથી અગાસીમાં સૂતેલા લોકોની ઊંઘમાં ખલેલ પણ પડી છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગંગીય પશ્ચિમ બંગાળ, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશના કાઠા વિસ્તારો, યનમ, રાયલસીમા, ઈન્ટીરિયર કર્ણાટક, બિહાર, ઓડિશામાં હિટવેવની સ્થિતિ જોવા મળી. જ્યારે અસમ, જમ્મુ કાશ્મીર, મેઘાલય, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કોંકણ, ગોવા વગેરે રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો.

પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, અને વિદર્ભના વિસ્તારોમાં કરા પડ્યા. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 26-28 એપ્રિલ વચ્ચે મધ્યમ વરસાદ, હિમવર્ષા, અને આંધી તોફાન આવી શકે છે. આ ઉપરાંત વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે.

જોકે, બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયું આવવાની શક્યતાઓ છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી થઈ શકે છે.

ગુજરાતમાં આકરી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટાના અનુમાનમાં અંબાલાલ પટેલ જણાવ્યુ કે,નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે, આવામાં 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે.

26થી 28 એપ્રિલ વરસાદની આગાહી
જમ્મુ અને કાશ્મીર, લદાખમાં 27 અને 28 એપ્રિલના રોજ ભારે વરસાદની વકી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 27 એપ્રિલના રોજ ભારે વરસાદ પડી શકે છે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબમાં 26-28 એપ્રિલ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં 26 અને 27 એપ્રિલ, રાજસ્થાન, પશ્ચિમી યુપીમાં 26 એપ્રિલના રોજ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત આંધીનું પણ એલર્ટ છે. જ્યારે વીજળીના કડાકાની પણ આશંકા છે. પંજાબ, હરિયાણામાં 26 અને 27 એપ્રિલના રોજ કરા પડવાના શક્યતા છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે ઉત્તર પ્રદેશ, દક્ષિણી રાજસ્થાનમાં 25-27 એપ્રિલ વચ્ચે 35 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *