કાળઝાળ ગરમી વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય મોટા ભાગના જિલ્લામાં આવી શકે છે વરસાદ જાણો હવામાન વિભાગની આગાહી - khabarilallive    

કાળઝાળ ગરમી વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય મોટા ભાગના જિલ્લામાં આવી શકે છે વરસાદ જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે.

તો આપણે જોઇએ કે, ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે.ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે. જોકે, 24 કલાક બાદ વાતાવરણ ફરીથી સુકૂં રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે.

રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની આગાહી છે.

આ સાથે કચ્છ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયું આવવાની શક્યતાઓ છે.

આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી થઈ શકે છેઅનુમાનમાં અંબાલાલ પટેલ જણાવ્યુ કે, નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે, આવામાં 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે.

જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *