બાબા વેંગાની ભવિષ્યવાણી પડી રહી છે સાચી ૨૦૨૪ માં હજી આ પણ થશે જે બદલાઈ નાખશે દુનિયાની તસ્વીર - khabarilallive    

બાબા વેંગાની ભવિષ્યવાણી પડી રહી છે સાચી ૨૦૨૪ માં હજી આ પણ થશે જે બદલાઈ નાખશે દુનિયાની તસ્વીર

બાબા વેન્ગા વિશ્વના પ્રખ્યાત પ્રબોધકોમાંના એક હતા જેઓ બલ્ગેરિયામાં રહેતા હતા. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે બાબા વેંગાએ તેમની બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું અવસાન ઓગસ્ટ 1996માં થયું હતું. તેમના મૃત્યુ પહેલા તેમણે વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

બાબાએ અમેરિકામાં 9/11ના આતંકવાદી હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મોત અને બ્રેક્ઝિટ જેવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. એક રિપોર્ટ મુજબ બાબા વેંગાએ કથિત રીતે 9/11 આતંકી હુમલા અને પોતાના મોતની પણ ભવિષ્યવાણી કરી હતી. તેમને ‘બાલ્કનની નાસ્ત્રેદમસ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. બલ્ગેરિયાના રહેનારા બાબા વેંગાનું સાચુ નામ વેંગેલિયા પાંડેવા ગુશ્ટેરોવા છે. વર્ષ 1996માં 84 વર્ષની ઉંમરમાં તેમનું મોત થયુ હતું.

આ ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી પડી
વર્ષ 1980માં બાબા વેંગાએ રશિયાના કુર્સ્ક શહેરમાં એક ભયાનક ઘટનાની ભવિષ્યવાણી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમનો દાવો હતો કે પાણીની અંદર એક ઘટના બનશે અને સમગ્ર દુનિયા તેની પર રડશે. એવુ કહેવાય છે કે ઓગસ્ટ 2000માં તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.

શહેરની પાસે એક પરમાણુ સબમરિન ડુબવાથી ચાલકદળના કુલ 188 સભ્યોના મોત થઈ ગયા હતા. તે સિવાય વર્ષ 1989માં તેમને 9/11 હુમલાને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા પર સ્ટીલ બર્ડનો હુમલો થશે, જેમાં ટ્વિન્સ ટાવર તુટી પડશે. સ્ટીલ બર્ડથી તેમનો મતલબ તે વિમાન હતું, જેનો ઉપયોગ હુમલામાં કરવામાં આવ્યો હતો.

2024 માટે શું છે ભવિષ્યવાણી?
બાબા વેંગાએ 2024 માટે ઘણી અવિશ્વસનીય રીતે ડરાવનારી ભવિષ્યવાણીઓ કરી છે. એસ્ટ્રોફેમ મુજબ બાબાને સપનું આવ્યું હતું કે વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિની તેમના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા હત્યા કરી દેવામાં આવશે. તે સિવાય તેમને ભવિષ્યવાણી કરી છે કે આતંવાદી 2024માં યૂરોપમાં હુમલો કરશે.

બાબા વેંગાનો દાવો છે કે એક મોટો દેશ આગામી વર્ષે જૈવિક હથિયારોનું પરીક્ષણ અથવા હુમલો કરશે. તે સિવાય બાબાએ તે પણ દાવો કર્યો છે કે આગામી વર્ષે મોટુ આર્થિક સંક્ટ આવશે, જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે. હવે જોવાનું એ બાકી રહેશે કે તેમાંથી કોઈ પણ ભવિષ્યવાણી સાચિત થાય છે કે નહીં.

બાબા વેંગાની બીજી આગાહી કેન્સર અને અલ્ઝાઈમર જેવી ખતરનાક બીમારીઓ માટે છે. આ આગાહી મુજબ વર્ષ 2024માં કેન્સર જેવી ખતરનાક અને અસાધ્ય બીમારીની સારવાર મળી શકે છે.

બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી આર્થિક સંકટ સાથે સંબંધિત છે. આ આગાહી અનુસાર, વર્ષ 2024માં વિશ્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ શકે છે. તેનાથી વિશ્વ અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે. બાબા વેંગાની પાંચમી ભવિષ્યવાણી ગ્લોબલ વોર્મિંગ વિશે છે. એવી આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2024માં વિશ્વને આબોહવા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *