અંબાલાલ ની આગાહી હજી ગુજરાતમાં થશે વરસાદ આવનાર આટલા દિવસો બદલાશે વાતાવરણ મળશે ગરમીમાં રાહત - khabarilallive    

અંબાલાલ ની આગાહી હજી ગુજરાતમાં થશે વરસાદ આવનાર આટલા દિવસો બદલાશે વાતાવરણ મળશે ગરમીમાં રાહત

રાજ્યમાં હાલ તો વાદળ છાયુ વાતાવરણ રહેશે. તેમ છતા બપોર થતા જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમ હવા અને ભેજના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે તેવી સંભાવનાઓ છે. પરંતુ એપ્રિલમાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર હવામાનમાં પલટા આવી રહ્યા છે. મહત્તમ તાપમાનમાં વધ ઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરતા જણાવ્યું છે કે બુધવારથી રાજ્યમાં ગરમી વધવાની શક્તા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી જેવું તાપમાન રહેશે.

આ તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. અકળાવનારી ગરમી પડશે તેવી સંભાવનાઓ છે. પરંતુ આ ગરમી એક દિવસ રહેશે. અને ત્યાર બાદ ફરી હવામાનમાં ફેરફારની શક્યતાઓ છે.18થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.

બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળ છાયું હવામાન અને ગાજવીજ સાથે અમુક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ક્યાક છાંટા કે વરસાદ થઈ શકે છે. કચ્છના ભાગો, ઉતર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં હવામાન પલટાની વધુ શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહી શકે છે.

24થી 25 એપ્રિલના ફરી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. વાદળ છાયુ વાતાવરણ રહેશે. અને આંધી વંટોળ આવશે. 27થી 29 એપ્રિલના વાદળ છાયા વાતાવરણ સાથે સખત ગરમી પડશે. મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર જવાની શક્યતા રહેશે. એપ્રીલ અને મે મહિનામાં પવનની ગતી વધુ રહેશે અને આંધી વંટોળ રહેશે તેવી પણ આગાહી છે.

આમ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. નોંધનીય છે કે, ચાલુ તથા અઠવાડિયા દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. આવામાં દાહોદમાં કરા સાથે વરસાદ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *