ગુજરાતના ૧૧ જિલ્લામાં આવ્યો વરસાદ હજી પણ આવનાર દિવસોમાં આવશે ભારે વરસાદ આ જિલ્લામાં હજી પણ આગાહી - khabarilallive    

ગુજરાતના ૧૧ જિલ્લામાં આવ્યો વરસાદ હજી પણ આવનાર દિવસોમાં આવશે ભારે વરસાદ આ જિલ્લામાં હજી પણ આગાહી

રવિવારે ગુજરાતના 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. છેવાડાના જિલ્લા કચ્છથી લઈને અરવલ્લી સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે હજી આજે 15 એપ્રિલે પણ ગુજરાતમાં વરસાદીન આગાહી છે. એટલુ જ નહિ, રાજ્યમાં ગરમીની સાથે વરસાદની આગાહી છે. 17 એપ્રિલ સુધી વરસાદની આગાહી છે, પંરતું ત્યાર બાદથી વાતાવરણ સૂકુ બનશે અને ગરમી વધશે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. તો સાથે બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે. પરંતુ આવતીકાલથી વાતાવરણ સૂક્કું થવા લાગશે જેથી ગરમી વધશે. ગઈકાલે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.7 ડિગ્રી નોંધાયું હતું

ગુજરાતમાં ક્યાં જિલ્લામાં કેટલું તાપમાન નોંધાયું: અમદાવાદ 39.0 ડિગ્રી, ગાંધીનગર 36.0 ડિગ્રી, ડીસા 37.9 ડિગ્રી, વડોદરા 39.4 ડિગ્રી, સુરત 35.6 ડિગ્રી, ભુજ 36.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.5 ડિગ્રી, કેશોદ ડિગ્રી, 17 તારીખ બાદ ગરમી વધશે

કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે, 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે.

તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે.

જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે.

ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *