ફૂટબોલ મેચ દરમિયાન બની એવું ઘટના કે 174 લોકોનો લીધો જીવ તમામ મેચ અઠવાડિયા સુધી રદ - khabarilallive
     

ફૂટબોલ મેચ દરમિયાન બની એવું ઘટના કે 174 લોકોનો લીધો જીવ તમામ મેચ અઠવાડિયા સુધી રદ

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા ક્લબ વચ્ચેની મેચ મલંગ રિજન્સીના કાંજુરુહાન સ્ટેડિયમમાં ચાલી રહી હતી. અરેમાની ટીમ મેચમાં હારી ગઈ હતી. આ પછી બંને ટીમોના પ્રશંસકો વચ્ચે અથડામણ થઈ, જેમાં 174 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા.

મળતી માહિતી મુજબ, હારથી નિરાશ થયેલા પ્રશંસકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની વચ્ચે લડવા લાગ્યા હતા. લડાઈ બાદ ભાગદોડ મચી ગઈ હતી અને મોટાભાગના લોકો નાસભાગમાં જ મૃત્યુ પામ્યા હતા.

ગ્રાઉન્ડમાં આવા તોફાનો બાદ એક સપ્તાહ માટે રમતો સ્થગિત કરી દેવામાં આવી છે. મૃતકોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. માહિતી એવી પણ આવી રહી છે કે વહીવટીતંત્ર ભીડને કાબૂમાં કરી શક્યું નથી. સ્ટેડિયમની ક્ષમતા કરતા વધુ લોકો મેચ જોવા પહોંચ્યા હતા.

આ ઘટના શનિવારની રાત્રે પૂર્વ જાવાના મલંગ રિજન્સીના કાંજુરુહાન સ્ટેડિયમમાં બની હતી. પૂર્વ જાવા પ્રાંતમાં ઇન્ડોનેશિયાના પોલીસ વડા નિકો અફિન્ટાએ જણાવ્યું હતું કે હારેલા પક્ષના સમર્થકો મેદાનમાં આવ્યા હતા અને અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચેની મેચ બાદ હિંસા શરૂ કરી હતી.

તેણે કહ્યું કે મેચ જોવા માટે 40 હજાર દર્શકો હાજર હતા. તેમાંથી લગભગ ત્રણ હજાર દર્શકો મેદાન તરફ દોડ્યા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અધિકારીઓએ ટીયર ગેસ છોડવો પડ્યો, ત્યારબાદ ભાગદોડ મચી ગઈ અને ગૂંગળામણના મામલા સામે આવ્યા.

અફિંટાએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં 127 લોકોના મોત થયા હતા, જેમાંથી બે પોલીસ અધિકારીઓ હતા. 34 લોકો સ્ટેડિયમની અંદર અને બાકીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા.

ત્યુડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સેંકડો પ્રશંસકો મેદાનમાં ઘૂસી ગયા અને પછી ત્યાં એકબીજા પર હુમલો કરવા લાગ્યા. ફૂટેજમાં મલંગના સ્ટેડિયમની પીચ પર લોકો દોડતા જોવા મળે છે અને બોડી બેગની તસવીરો છે.

ઈન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશન (PSSI) એ શનિવારે મોડી રાત્રે એક નિવેદન જારી કરીને આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે રમત પછી શું થયું તેની તપાસ શરૂ કરવા માટે એક ટીમ મલંગ જવા રવાના થઈ ગઈ છે. કાંજુરુહાન સ્ટેડિયમમાં અરેમા સમર્થકો દ્વારા હિંસા બદલ PSSI ખેદ વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *