આગાહી વિરામ બાદ ફરી આવી રહ્યા છે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી સાથે આ વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં દક્ષિણ વિસ્તાર સિવાય અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નહીંવત છે. પણ વાતાવરણમાં પલટો આવતા અમુક જગ્યાએ છૂટો છવાયો ખાબકી છે. તેવામાં વડોદરામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.
કારેલીબાગ, સમાં, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ વરસાદનુ આગમન થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.
બીજી તરફ જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે અમરેલી, અને ગીરસોમનાથના કેટલા વિસ્તારમાં મેઘો મંડાયો હતો. રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદે રમઝટ બોલાવી હતી. સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા.
આંબરડી ગામ, મિતિયાળા,જાબાળ,ધજડી,કૃષ્ણગઢ ગામ તેમજ રાજુલાના છતડીયા,ભેરાઈ,વડ,ભચાદર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો રહેતા આયોજકો ચિંતામાં મુકાયા છે.વેરાવળ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. કચ્છમાં ભુજ, માધાપર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો
અમદાવાદ પૂર્વમાં વરસાદ
એક સપ્તાહ બાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ થયો હતો. ખોખરા, હાટકેશ્વર, કાંકરિયા, અમરાઈવાડી, વટવા, વસ્ત્રાલ, જશોદાનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. અમદાવાદીઓને ભારે બફારામાંથી શાંતિ મળી છે.
શું છે હવામાન વિભાગની આગાહી
ગુજરાત સહિત દેશનાં ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત થઈ ગયું છે. જો કે આગાહી અનુસાર ગણેશ ચતુર્થી આસપાસ મેઘરાજાની સેકન્ડ ઇનિંગ શરૂ થાય એવી શક્યતા છે. મુખ્ય તો દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ જેવા કે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મેઘ સંકેતના વરતારા છે.
આ સિવાય મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી નથી. એટલે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છ અથવા ઊત્તર ગુજરાતમાં મેઘરાજા ખમૈયા કરશે. દક્ષિણ ગુજરાત સિવાય ખાસ તો અન્ય વિસ્તારમાં હાલ વરસાદની શક્યતા નહીંવત છે.