અફવાઓ વચ્ચે રાજુ શ્રી વાસ્તવ ના સ્વાસ્થ્ય ને લઈને પત્ની એ મૂકી પોસ્ટ આપ્યા ફેન્સને મહત્વની જાણકારી
જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાય દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. લાંબા સમયથી બેભાન અવસ્થામા રહેલા રાજૂ શ્રીવાસ્તનું સ્વાસ્થ્ય સુધરતું હોવાના અને રાજુ પરથી વેન્ટીલેટર હટાવાયું છે.
તેવા સમાચાર મળી રહ્યા હતા અને તેણે તેની પત્ની સાથે વાત કરી છે. કોમેડિયનના મિત્ર સુનીલ પાલે પણ વિડિયો જાહેર કર્યો અને અપડેટ કર્યું કે તે હોશમાં આવી ગયો છે. પરંતુ તમામ ફેન્સ માટે નિરાશાજનક માહિતી રાજુની પુત્રી અંતરા શ્રીવાસ્તવે આપી છે.
રાજુ શ્રીવાસ્તવની હાલત ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા: અંતરા અંતરાએ રાજુના ઈન્સ્ટા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કોઈપણ પ્રકારની ખોટી માહિતી શેર કરવાથી બચવા રિક્વેસ્ટ કરી હતી. વધુમાં રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરાએ તેના પિતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય વિશે સંપૂર્ણ માહિતી આપી છે.
જે પોસ્ટ અંતરાએ આજે 25 ઓગસ્ટે બપોરે 3 વાગ્યે લખી છે. જેમાં અંતરાએ લખ્યું હતું કે “મારા પિતા રાજુ શ્રીવાસ્તવની હાલત સ્થિર છે અને તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. ફક્ત AIIMS દિલ્હી અને રાજુના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટના નિવેદનો જ સાચા છે. આથી અન્ય પોસ્ટમાં ન ભરમાવા અનુરોધ કર્યો છે.