લો આવી ગઈ અંબાલાલની આગાહી આવી રહ્યું છે શક્તિ વાવાઝોડું આ તારીખથી વાતાવરણમાં આવશે મોટો પલટો
અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. તેમણે ક્હ્યુ કે, આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે.
આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
તેમણે ચોમાસા વિશે આગાહી કરતા કહ્યું કે, વિધિવત રીતે ગુજરાતમાં 15 જુન ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. 22 મે ની આસપાસ ચોમાસુ શ્રીલંકા પહોંચશે. ભારતના કેરલ માં 28 મે સુધી ચોમાસુ પહોંચશે અને વિધિવત રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે
તેમણે રાજકીય ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ભારત પાકિસ્તાન વચ્ચે તંગદીલી સંદર્ભે અંબાલાલ પટેલની આગાહી અત્યારે અફવાઓમાં કોઈએ દોરાવું નહીં. આ ગાળા દરમિયાન અફવાઓ ફેલાઈ શકે છે. રાજકીય રીતે પણ અંબાલાલ પટેલની આગાહી રાજનેતાઓએ પોતાની વાણી ઉપર કંટ્રોલ રાખવો પડશે. વાણી રાજનેતાઓને અને પક્ષોને હાનિકારક સાબિત થઈ શકે તેવી ઘટનાઓ બની શકે છે.
રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસે કહ્યું કે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહે અને વાદળ છાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં જોવા મળે છે.