ગુજરાતમાં આવનાર ૨૪ કલાકમાં આ તાલુકામાં પડી શકે છે વરસાદી જાપટુ સંભાળીને રહેજો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં બફારાનો અનુભવ થાય તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરુ થઈ શકે છે.
સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે. તેમજ રાજ્યમાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તો ઓક્ટોમ્બર મહિનામાં ચોમાસુ વિદાય લઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ખેડા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
તેમજ પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.ગુજરાતમાં વરસાદ હવે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં વરસાદ ઓછો થઈ ગયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
એમાં પણ સૌથી વધારે વરસાદ અડધા ઈંચ કરતા પણ ઓછો હતો. બાકીના તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી.બીજી તરફ હવામાન વિભાગે આજના દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી નથી.
સ્ટેટ ઇમનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં માંડ અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આજે 20 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસ માટે હવમાન વિભાગે આગાહી કરી છે કે આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી.
જોકે આજે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી છાંટાની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જોકે આ ઉપરાંત બાકીના જીલ્લાઓમાં આજે સુકું હવામાન રહેશે.