ગુજરાતમાં ફરી હવામાન બગડશે વરસાદ બોલાવશે ભુક્કા જાણો આ જિલ્લામાં મેઘરાજા ફરી થશે મહેરબાન - khabarilallive    

ગુજરાતમાં ફરી હવામાન બગડશે વરસાદ બોલાવશે ભુક્કા જાણો આ જિલ્લામાં મેઘરાજા ફરી થશે મહેરબાન

અંબાલાલ પટેલે કહ્યું કે, 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ સર્જાયા છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પંચમહાલમાં વરસાદ વધુ રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 9 ને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે. જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે.

15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શનિવારથી આવતા ચાર દિવસ એટલે કે 7 થી 10 સપ્ટેમ્બર સુધી ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા ખાતે મુશળધાર વરસાદ વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં પૂર્વી રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, કેરળમાં ખુબ જ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગ અનુસાર, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 8 અને 9 સપ્ટેમ્બર, વિદર્ભમાં 12 સપ્ટેમ્બરે ખુબ જ ભારે વરસાદ થશે,

જ્યારે મધ્ય પ્રદેશમાં આગામી સાત દિવસ સુધી, ગુજરાતમાં 7 સપ્ટેમ્બર, છત્તીસગઢ, કોંકણ, ગોવામાં 7-12 સપ્ટેમ્બર, વિદર્ભમાં 8-13 સપ્ટેમ્બર, મધ્ય મહારાષ્ટ્રમાં 7-10 સપ્ટેમ્બર, મરાઠવાડામાં 12 અને 13 સપ્ટેમ્બરના વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો તટીય કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં આ અઠવાડિયા સુધી વરસાદ ચાલુ રહેશે. જેમાંથી તટીય આંધ્રપ્રદેશ, યનમ ખાતે આઠમી સપ્ટેમ્બરે ખુબ જ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે તટીય આંધ્રપ્રદેશ, યનમ, તેલંગાણા ખાતે 8 અને 9 સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ છે. આ સિવાય, કેરળમાં 7-9 સપ્ટેમ્બર, તટીય આંધ્રપ્રદેશ, યનમ, તેલંગાણા, સાઉથ ઇન્ટિરીયર કર્ણાટકમાં 7-10 સપ્ટેમ્બર, તટીય કર્ણાટકમાં 7-11 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *