સીસ્ટમ થશે સક્રિય ૨૪ થી ૨૬ ઘોબા ઉપાડી નાખશે વરસાદ હવામાન નિષ્ણાતોની આગાહી ચેતવણી રૂપ
ચાલુ મહિનામાં વરસાદને લઈને અનુમાન છે કે, આગામી સપ્તાહમાં સારામાં સારો વરસાદ થશે. હાલ અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર છે. જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ સાયક્લોનિક સરક્યુલેશન ખંભાતના અખાત પાસે છે. 22, 23, 24 તારીખે સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, ભાલ પંથકમાં વરસાદ પડશે.
જ્યારે દરિયાકિનારા વિસ્તારમાં સારો વરસાદ પડશે. અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, બોટાદમાં સારો વરસાદ પડશે. રાજ્યવાસીઓ સાવધાન થઈ જજો. ઓગસ્ટના અંતમાં વરસાદ ભુક્કા બોલાવશે. આ દરમિયાન ડબલ ડિજિટમાં વરસાદ ખાબકશે. મોટાભાગના વિસ્તારમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છેછે
હવામાન નિષ્ણાતેજોરદાર આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે. જે 24-25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે. જે દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં આવશે. જ્યારે અરબ સાગરનું સરક્યુલેશન નબળું પડશે અને લો પ્રેશર સાથે મર્જ થશે. બે સિસ્ટમ મર્જ થશે અને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે.
જ્યારે 24-25 તારીખે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થશે. જેના લીધે તમામ રિઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.
ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વરસાદ ભુક્કા બોલાવશે. મોટાભાગના વિસ્તારોમાં 5થી 7 ઈંચ વરસાદની શક્યતા છે. 50 ટકાથી વધુ વિસ્તારમાં ડબલ ડિઝિટમાં વરસાદ પડી શકે છે. 9 ઈંચથી પણ વધુ વરસાદની શક્યતા છે. અરબ સાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમની અસરથી સારા અને અતિભારે વરસાદની શક્યતા છે.