બસ ૨ દિવસ બફારા પછી આવશે ધોધમાર વરસાદ ઑગસ્ટ માં મોટી સીસ્ટમ બનવાની છે શક્યતા
હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ છે. ધોધમાર વરસાદ નહીં પરંતુ ઝાપટા પડી રહ્યા છે. જોકે, વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો જોવા મળી રહ્યો છે. આવામાં વરાપના માહોલ વચ્ચે આગામી ટૂંક સમયમાં ભારેથી અતિભારે વરસાદ લઇને આવે તેવો વરસાદી રાઉન્ડની આગાહી.
જણાવ્યા અનુસાર, ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે. જેના લીધે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, રાજ્યમાં અમુક વિસ્તારો એવા છે જેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે, તેવા વિસ્તારો પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારા વરસાદની આશા રાખી શકે છે.
આશા એટલા માટે કે ખરીફ પાક માટે હવે બહુ સારુ ન થાય, પણ જે થાય તે થઇ શકે અને પાણી થઇ જાય તો આગળના દિવસો માટે તેનો લાભ લઇ શકાય. ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે. તે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદ થવાનો છે.
તેમાં એ વિસ્તારોનો પણ વારો આવી જાય તેવી આશા છે. આમ તો 17-18 તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થશે. આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં નહીં હોય, પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે તે ચોક્ક્સ છે. ઘણા બધા વિસ્તારોમાં 17થી 21 તારીખ સુધી હળવા-મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે 22થી 30 ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
આમ તો 30 ઓગસ્ટ પછી પણ તે વરસાદ ચાલુ રહેવાના છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળશે. રાજ્યમાં ઘણા વિસ્તારો વરાપની રાહ જોતા હશે. જેમને વરાપની જરૂર છે. આમ તો 12 ઓગસ્ટથી વરાપ છે. 16 ઓગસ્ટ સુધીનો સમય વરાપનો છે. 17-18 તારીખથી પછી વરસાદનો નવો રાઉન્ડ આવશે.
હાલ વરાપ વચ્ચે પણ રેડા ઝાપટા આવે છે. તેનું કારણ એ છે કે, 700 એચપીએ લેવલે ભેજ હતો, તે નીચે આવ્યો છે. હાલ તે 800 એચપીએ લેવલે છે. તેના કારણે એક પ્રકારે સર્ક્યુલેશન બની રહ્યું છે. તેના લીધે રેડા ઝાપટા ચાલુ છે. સંપૂર્ણ વરાપની આશા 10 સપ્ટેમ્બર પછી રાખી શકીએ.