ગુજરાતમાં મેઘરાજાના ધામા બધેજ વરસાદ જ વરસાદ થતાં અંબાલાલ પટેલે પણ કરી દીધી નવી આગાહી ૩૦ જુલાઈ સુધી નઈ બંધ રહે વરસાદ - khabarilallive    

ગુજરાતમાં મેઘરાજાના ધામા બધેજ વરસાદ જ વરસાદ થતાં અંબાલાલ પટેલે પણ કરી દીધી નવી આગાહી ૩૦ જુલાઈ સુધી નઈ બંધ રહે વરસાદ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે બુધવારથી વરસાદનો ટ્રેન્ડ બદલાયો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો છે. વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં આણંદના બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં જુલાઇની શરૂઆત સાથે વરસાદનો પાંચ દિવસનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ છેલ્લા બે અઠવાડિયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો હતો. બુધવારે એકસાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. મહેસાણા જિલ્લામાં બુધવારે સાંજે 6થી 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 28 તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 121 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ઝરમર ઝરમર વરસેલા વરસાદના કારણે અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી હતી. જોકે બનાસકાંઠાનાં લોકો હજુ સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે. આ જિલ્લામાં સીઝનનો ખાસ વરસાદ થયો નથી. ઉત્તર ગુજરાતમાં આગામી 30 જુલાઇ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા 75% થી વધુની રહેવાની સંભાવના છે. પાંચેય જિલ્લામાં 2.5 મીમી થી અઢી ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે. મહેસાણા જિલ્લામાં બુધવારે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીના 14 કલાકમાં વિજાપુરમાં સૌથી વધુ વરસાદ થયો હતો.

24 કલાકમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં 14.2 ઇંચ નોંધાયો છે. આ સાથે વડોદરામાં 8.7 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 8.5 ઇંચ, વડોદરાના પાદરામાં 8.2 ઇંચ, ભરૂચમાં 7.4 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.5 ઇંચ, નસવાડીમાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વિસનગરમાં, જોટાણામાં, ખેરાલુમાં 44 મીમી, કડીમાં 43 મીમી, બહુચરાજીમાં 37 મીમી વરસાદ થયો હતો. ઊંઝામાં 30 મીમી, વડનગરમાં 30 મીમી, મહેસાણામાં 21 મીમી અને સતલાસણામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે આખા દિવસમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે આજે આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,તાપી જિલ્લો સામેલ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે અરાવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *