બ્રેકિંગ ન્યૂઝ વરસાદને લઈને મોટા સમચાર આ જિલ્લામાં અનાધાર વરસાદ રહેશે શરૂ રેડ એલર્ટ સાથે હવામાન વિભાગે ચેતવ્યા લોકોને
છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા બરાબરની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના પલસાણામાં 10 ઇંચ, ખેરગામમાં 9.75 ઇંચ, વિસાવદરમાં 8.5 ઇંચ, કામરેજ અને બારડોલીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ સાથે વરસાદના આંકડા પ્રમાણે, તાપીના ડોલવણ, માંડવી, જોડિયા, સુરત, નવસારી, માંગરોળ, વાસંદા, વ્યારા, વઘાઇ, દ્વારકામાં 6 ઇંચથી વઘુ વરસાદ નોંધાયો છે.સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત છે. સતત વરસાદના કારણે શહેરની ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઇ છે.
ખાડીના જળ સ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાડીએ વરસાદી પાણી લેવાનું બંધ કરતા ખાડીપુરની સ્થિતિ સર્જાઇ છે. અનેક વિસ્તારોમાં ખાડીપુરના પાણી ફરી વળ્યાં છે જેના કારણે લોકોની હાલાકીમાં સતત વધારો થઇ રહ્યો છે. કમર અને કેડ સમાં પાણી ભરાતા 141 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.હવામાન વિભાગના અમદાવાદના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે બુધવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંગર, જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે.
તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જેમાં અતિભારે વરસાદ થઈ શકે છે.આ સાથે આજે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે.