સૌરાષ્ટ્ર ના ખેડૂતો માટે સારા સમાચાર ટ્રેક્ટર લઈને થઈ જાઓ તૈયાર મેઘરાજા કરાવશે વાવણી આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી સિસ્ટમ પણ સતત સર્જાઇ રહી છે. આજે ઉતર ગુજરાત પર હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જાહેર રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ટ્રફ પણ છે, ત્યારે હાલ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે અને મોટા પ્રમાણના વિસ્તારોને કવર કરતા વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તો આજે આપણે જોઇએ કે, આજે અને આગામી પાંચ દિવસ ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ વરસશે.
ગુજરાતમાં આજે સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી સાત દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની આગાહી પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ સાથે માછીમારોને એક દિવસ દરિયો ન ખેડવા માટે પણ જણાવ્યુ છે. તેમના જણાવ્યા પ્રમાણે, આજે એટલે કે, 16મી તારીખે સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે, આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
16થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટીંગ કરશે. કેટલાક વિસ્તારોમાં 15 ઈંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, આજે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 થી 18 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યાર બાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં ખુબ વરસાદ ખુબ પડશે. જયારે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, ડાંગ, તાપી, આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, અમરેલી, ગાંધીગનર અને દાહોદમાં આજે ઓરેન્જ અલર્ટ આપવામાં આવી છે. એટલે કે, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં આજે યલો એલર્ટ આપવામાં આવી છે. એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.