ગુજરાતમાં માત્ર સીઝન નો ૫૦% જ વરસાદ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી જૂનના વરસાદની કમી જુલાઈ માં થશે પૂર્ણ
ગુજરાત રાજ્ય પર કાળા ડિબાંગ વાદળો બંધાય છે પરંતુ મન મુકીને વરસતા નથી. જૂનમાં ઓછા વરસાદ બાદ ગુજરાતીઓ જુલાઈ મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે ચાલુ વર્ષે વરસાદ જ્યાં વરસે ત્યાં વરસી જાય. એક તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 55.47 ટકા વરસાદ નોંધાયો છે તો બીજી તરફ દેવ ભૂમિ દ્વારકાથી નજીક જામનગર જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ 28 ટકા જ વરસાદ નોંધાયો છે.
ગુજરાત રાજ્યનો એક જીલ્લો એવો છે કે જ્યાં સિઝનનો ટોટલ 55% વરસાદ નોંધાય ગયો છે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં વરસી ગયો છે. એ જિલ્લો છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો દેવભૂમિ દ્વારકા જિલ્લો. બીજા જિલ્લા કરતા વધુ વરસાદ થવાનું કારણ એ છે કે, બે રાઉન્ડની અંદર જે વરસાદ થયો. એમાંથી જૂન મહિનાના જે છેલ્લા અઠવાડિયાની અંદર જે વરસાદ થયો. જેમાં શેર ઝોનનો પશ્ચિમ તરફના છેડાનો જુકાવ અરબ સાગર થઈ દ્વારકા તરફનો હતો જેના કારણે દ્વારકા જિલ્લામાં સારો વરસાદ થયો છે
ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 25.30 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં 10 જુલાઈ સુધીમાં સરેરાશ 55.47 ટકા વરસાદ નોંધાયો છે. દ્વારકામાં 59.50 ટકા જ્યારે ખમભાળિયા તાલુકામાં 80.34 ટકા વરસાદ નોંધાયો છે
ગુજરાતમાં આજે સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. પાંચ દિવસમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે તે જોઇએ.
11મી જુલાઇના રોજના વેધર મેપ પ્રમાણે, રાજકોટ, પોરબંદર, જુનાગઠ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે ભારે વરસાદ છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
12મી તારીખના મેપ પ્રમાણે, અમરેલી, ભાવનગર, સુરત ડાંગ, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
13મી તારીખે સુરત, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
14મી તારીખે નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.