ગગન ફાળ આગાહી આ જિલ્લામાં ધોધમાર વરસાદ થશે આગાહીના પરિણામે એલર્ટ જાહેર
જુલાઈના પ્રથમ દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં 11 ટકા ઘટ જોવા મળી છે. જોકે, જુલાઈમાં ભારે પૂરની આગાહી પણ આપવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે લા-નીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના છે.
તો બીજી તરફ, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે. જેમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગે 2 જુલાઈના દિવસે વરસાદી સ્થિતિ વિશે જણાવ્યું છે કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે. . જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર,જુનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે અન્ય સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ સહિતના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીરસોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે.
ગુરુવારે ભારે વરસાદ સાથે યલો એલર્ટની વાત કરીએ તો, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે.શુક્રવારે અતિભારે વરસાદની વાત કરીએ તો, નવસારી, વલસાડ, દમણ, દદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે.
સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. નોંધનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં જૂન મહિનામાં પડેલો વરસાદ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો પડેલો વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જૂનમાં સરેરાશ 165.3 એમએમ વરસાદ પડતો હોય છે. તેની સામે આ વર્ષે 147.3 એમએમ વરસાદ જ નોંધાયો છે. 2001 પછી આ સાતમી વખત ઓછા વરસાદવાળો મહિનો રહ્યો હતો.