૨૯ અને ૩૦ જૂન આ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ વરસાદ મચાવશે હાહાકાર - khabarilallive    

૨૯ અને ૩૦ જૂન આ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ વરસાદ મચાવશે હાહાકાર

ગુજરાતમાં હવે ચોમાસું બરાબરનું જામી ગયું છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે જ્યારે 11 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ સંભાવના નથી. ત્યારે જાણો ક્યાં કેવો વરસાદ પડશે.

હવામાન વિભાગ દ્વારા આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર,જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ અને સુરત, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

કચ્છ જિલ્લાના નખત્રાણામાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. બજારોમાં જાણે કે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલે રાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જુનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સોમનાથ અને ભુજમાં સારો વરસાદ થયો હતો.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ ચાલું થઇ ગયો છે. પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે આજે કયા વિસ્તારોમાં ભારે તો કયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

શુક્રવારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે 30મી જૂન માટે એટલે કે, રવિવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.1 જુલાઇ અને સોમવારે ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *