ગુજરાતમાં આવી ગયું ચોમાસુ અંબાલાલ પટેલે કહ્યું આવનાર ત્રણ દિવસમાં થઈ જશે વરસાદ શરૂ - khabarilallive    

ગુજરાતમાં આવી ગયું ચોમાસુ અંબાલાલ પટેલે કહ્યું આવનાર ત્રણ દિવસમાં થઈ જશે વરસાદ શરૂ

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. એક તરફ ગુજરાતમાં ખેડુતો વાવણી માટે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ચોમાસું હાલ ધીમું પડી ગયું છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોચતા જ ચોમાસુ નબળું પડી ગયું છે. જેના કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. જો કે હાલ તો થંડર સ્ટોમ એક્ટિવિટીની કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ હવે ચોમાસું ફરી સક્રિય થતા આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફુકાવવાની શક્યતા રહેલી છે.

સોમાલીયા તરફથી આવતા પવનની ગતી દક્ષિણ ગોળાર્ધમાં થઈને પૂર્વ આફ્રિકામાંથી થઈને આવતા પવનની ગતી ભારે જોવા મળશે. 17 થી 19 તારીખમાં પવનની ગતી ભારે જોવા મળશે. આ અરસામા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 17 થી 22 તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.

22 થી 25 તારીખમાં ચોમાસું જામશે. 22 તારીખ સુધીમાં આંધી વંટોળ જોવા મળશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુંકાવાની શક્યતા છે. આમ નિષ્ક્રિય પડેલુ ચોમાસું 4 દિવસમાં સક્રિય થવાની શક્યતા છે. 17 થી 22 તારીખમાં ફરી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. 22 જુન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે.

વીજળી વધુ જૉવા મળશે. 30 થી 45 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 22 થી 25 જુનના સારો વરસાદ થવાનુ અનુમાન કરવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 17 થી 22 તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. 22 થી 25 તારીખમાં ચોમાસું જામશે. 22 તારીખ સુધીમાં આંધી વંટોળ જોવા મળશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુંકાવાની શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ‘રાજ્યમાં આગામી 17મીથી 22મી જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થશે.

આ દરમિયાન તોફાની પવન સામે ધોધમાર વરસાદ પડી શકે છે.’હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 15મી જૂનના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ જ્યારે 16મી જૂનના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

17 અને 18 જૂનના રોજ ભાવનગર, નવસારી અને વલસાડમાં જ્યારે 19મી અને 20મી જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. તે મુજબ આજે ડાંગના આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગલકુંડ વિસ્તારમાં તો આભ ફાટ્યું છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ડાંગ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. ડાંગમાં વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *