બાળકે જન્મતાની સાથે જ કર્યું એવું કે લોકોએ કીધું પુષ્પાને ટક્કર આપવા વાળો આવી ગયો
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ઉત્સાહ હજુ લોકોના મનમાંથી ખતમ થયો નથી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેના ગીતો અને સંવાદોએ લોકોના દિલોદિમાગ પર એવો જાદુ ચલાવ્યો છે કે દરેક વ્યક્તિ ફિલ્મના ગીતો અને સંવાદો પર રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
લગ્ન હોય કે પાર્ટી, દરેક જગ્યાએ લોકો શ્રીવલ્લી સોંગ પર ડાન્સ કરતા જોવા મળે છે. તે જ સમયે, હવે સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. કારણ કે આ વીડિયો ન્યૂ બોર્ન બેબીનો છે. જે જન્મતાની સાથે જ પુષ્પા સ્ટાઈલમાં સ્વેગ બતાવી રહી છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમારું પણ માથું હચમચી જશે, કારણ કે આ નવજાત બાળક જન્મતાની સાથે જ જે કરે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ બાળક જન્મતાની સાથે જ પુષ્પા ફિલ્મના પ્રખ્યાત ડાયલોગ ‘મેં ઝુકેગા નહીં’ પર એક્ટિંગ કરતો જોવા મળે છે.
આ વિડિયો જોઈને કોઈપણને નવાઈ લાગશે. વીડિયોમાં બાળક જન્મતાની સાથે જ કેમેરામાં કંઈક એવું કરતો જોવા મળે છે, જે અલ્લુ અર્જુનની સિગ્નેચર સ્ટાઈલ સાથે બરાબર મેળ ખાય છે. બાળકે જે અભિનય કર્યો છે તેની અત્યાર સુધી કોઈ મોટા લોકો પણ નથી કરી શક્યા.
લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. દરેક લોકો આ નાનકડા બાળકના ચાહક બની ગયા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર giedde નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ પુષ્પરાજનો પુત્ર કમલરાજ છે. અન્ય એક યુઝરે લખ્યું- એવું લાગે છે કે તેની માતાએ પુષ્પાની ફિલ્મ ખૂબ જોઈ છે.