સુરત બસકાંડમા આવ્યો નવો વળાંક જોનારાની રૂહ કંપી ઊઠી હતી હવે કારણ જાણીને પણ તમારી રૂહ કંપી ઉઠશે
થોડા સમય પહેલા સુરતમાં એક ખાનગી બસમાં આગ લાગી હતી જેમાં એક યુવતીનું કરૂણ મ ત નીપજ્યું હતું.જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. વધુમાં, આ કેસમાં, પોલીસે હવે ભાવનગરમાંથી ડાયમંડ પ્રોસેસરની ધરપકડ કરી છે, જેના કારણે બસમાં આગ લાગી હતી.
તમને જણાવી દઈએ કે ધરપકડ કરાયેલ ડાયમંડ પ્રોસેસરે તે બસ દ્વારા હીરાને સાફ કરવા માટે એસિડનો ઓર્ડર આપ્યો હતો. બસમાં એસિડ પાર્સલના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. બસમાં લાગેલી આગ એટલી હદે ફેલાઈ હતી કે એક યુવતીનું મો ત થયું હતું. આથી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. અગાઉ પોલીસે આ કેસમાં એક ટ્રાવેલ એજન્સીના ડ્રાઈવર અને ક્લીનર મહેતાજીની પણ ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુરત બસ આગ બાદ અમદાવાદની ખાનગી બસોની તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે અમદાવાદની 80 ટકા ખાનગી બસોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. ખાનગી બસોમાં ફાયર સેફ્ટી વધુ મહત્વની છે પરંતુ અમદાવાદમાં તેનો અભાવ હતો.