10 હજાર કરોડના માલિક હોવા છતાં આ વ્યક્તિ સાયકલ ચલાવે છે નામ જાણીને હેરાન જરૂર રહી જશો
કહેવાય છે કે પૈસા અને પાવર આવે એટલે ભલભલા માણસને અભિમાન આવી જાય. આજે ખૂબ જ ઓછા એવા લોકો હશે જેમની પાસે રૂપિયા હોવા છતાં પોતાના સંસ્કારને જાળવી રાખ્યા છે. આમાના એક એટલે કાઠિયાવાડના ખમીરવંતા અને માયાળુ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા.
નાના માણસની ચિંતા કરનાર ગોવિંદભાઈ ધોળકિયા અનેક સેવા કાર્યો કરી રહ્યા છે. અંદાજે 10 હજાર કરોડ રૂપિયાના માલિક બની ગયા હોવા છતાં ગોવિંદભાઈ તેમની સાદગી માટે જાણીતા છે. હાલમાં તેમની સાદગીના વધુ એક વાર દર્શન થયા હતા.
અબજોના માલિક હોવા છતાં ગોવિંદભાઈ ધોળિકિયા તેમના મૂળિયા ભૂલ્યા નથી. હાલમાં તેઓએ પોતાના વતન અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં બાળપણ વિત્યું એ ગામની શેરીઓ જોતા જ ગોવિંદભાઈ રોમાંચિત થઈ ગયા હતા.
ગોવિંદભાઈ રોલ્સરોયઝમાં સુરતથી પોતાના દુધાળા ગામની મુલાકાતે આવ્યા હતા. જોકે તેમણે ગામમાં આવ્યા બાદ કરોડોની રોલ્સરોયઝ છોડીને સાઈકલ પકડી હતી.