હવામાન આગાહી આગામી 5 દિવસ ભૂક્કા બોલાવશે આ રાજ્યોમાં વરસાદ આ શહેરોમાં હાઈએલર્ટ - khabarilallive      

હવામાન આગાહી આગામી 5 દિવસ ભૂક્કા બોલાવશે આ રાજ્યોમાં વરસાદ આ શહેરોમાં હાઈએલર્ટ

ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી થતા લોકોમાં હાલાકીનો ડર સતાવી રહ્યો છે.સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ વલસાડ, દમણ, દાદરાનગર તથા આણંદ, અમદાવાદ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી સાથે ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા નથી.

તેમજ અમદાવાદ શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારેની આગાહી છે. તેથી આગામી 3 – 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં 45 થી 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

અમદાવાદમાં પણ આગામી 7 દિવસ ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 23 જુલાઈ સુધી વરસાદ ખાબકી શકે છે. તેમજ આજે ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના છે. ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં પણ આગામી 7 દિવસ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરત સહિતના અનેક શહેરોમાં ભારે વરસાદ વરસી શકે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ગુરુવારે મેઘરાજાનો અવિરત રીતે મુકામ રહ્યો હતો અને જિલ્લાના તમામ ભાગોમાં બે થી 10 ઈંચ સુધી વરસાદ વરસી જતા અનેક સ્થળોએ પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી.

મોટા જળાશયોમાં પણ નોંધપાત્ર માત્રામાં નવા નિરની આવક થઈ છે. દ્વારકામાં બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર સાડા સાત ઈંચ જેટલો વરસાદ વરસી જતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. દર્શનાર્થીઓ સહિત રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બે કલાકમાં જ 7 ઇંચથી વધુ પાણી પડ્યું
મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા તાલુકામાં સવારથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોરના વધુ તીવ્ર બન્યો હતો અને માત્ર ચાર થી છ વાગ્યા સુધીના સમયગાળામાં ધોધમાર સાડા સાત ઈંચ (183 મિલીમીટર) પાણી પડી ગયું હતું.

આ સાથે દ્વારકામાં આજે સાંજ સુધીમાં 239 મીલીમીટર જેટલું પાણી વરસે જતા દ્વારકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આજના મુશળધાર વરસાદના પગલે દ્વારકાના ગુરુદ્વારા વિસ્તાર, ઇસ્કોન ગેટ, તોતાદ્રી મઠ સહિતના વિવિધ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા.

જિલ્લામાં સરેરાશ 25 ઇંચ વરસાદ થયો
આ સાથે આજરોજ ખંભાળિયામાં પણ વ્યાપક મેઘ મહેર વરસી હતી અને દિવસ દરમિયાન ભારે ઝાપટાનો દૌર અવિરત રીતે ચાલુ રહેતા સવા પાંચ ઈંચ (130 મિલીમીટર) પાણી પડી ગયું હતું. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ સવારે 10 વાગ્યાથી નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને સાંજ સુધીમાં ચાર ઈંચ 100 મિલીમીટર પાણી પડી ગયું હતું.

ભાણવડ પંથકમાં આજે કુલ દોઢ ઈંચ (36 મિલીમીટર) વરસાદ વરસ્યાનું નોંધાયું છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 839 મિલીમીટર, દ્વારકામાં 634 મિલીમીટર, ભાણવડમાં 418 મિલીમીટર અને કલ્યાણપુરમાં 469 મિલીમીટર સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 24 ઈંચ જેટલો થવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *