અંબાલાલ ની તોફાની આગાહી આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોને ધમરોડશે વરસાદ જાણી લો - khabarilallive    

અંબાલાલ ની તોફાની આગાહી આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોને ધમરોડશે વરસાદ જાણી લો

અષાઢ સુદ બીજ અને નોમને દિવસે સોમ, ગુરુ કે શુકવાર હોય તો પુષ્કર વરસાદ થાય. બુધવાર હોય તો મધ્યમ વરસાદ, રવિવાર હોય તો તાવનો રોગવાળો ફેલાય, મંગળવાર હોય તો વરસાદનો અભાવ અને શનિવાર હોય તો દુષ્કાળ પડેl

અષાઢ સુદ પાંચમે વિજળી ઝબુકે તો સુંદર ચોમાસુ સમજવું, જો તે દિવસે વાદળ વિજળી કંઇ ન થાય તો ચોમાસુ નિષ્ફળ સમજવું.

અષાઢ સુદ નોમ ગાજે પણ વરસે નહીં તો પણ અનાવૃષ્ટિ સમજવી. તે દિવસે સૂર્ય નિર્મળ હોય અને પૂર્ણ પ્રકાશિત હોય તો સારો વરસાદ સમજવો. રાત્રે ચંદ્ર આકાશમાં વાદળામાં છુપાએલો રહે તો પણ સારો વરસાદ સમજવો.

અષાઢી પૂનમે ચંદ્ર વાદળામાં દેખાય નહી તો ચોમાસામાં સારો વરસાદ થાય. તેને બદલે આ ચંદ્ર ચોખ્ખો વાદળા વગરનો દેખાય તો દુષ્કાળ થાય. અષાઢી પૂનમે ગાજવીજ વરસાદ થાય તે સારા ચોમાસાની નિશાની છે.

અષાઢ મહિનામાં ચંદ્ર નક્ષત્રો – ચિત્રા, સ્વાતિ કે વિશાખામાં વરસાદ થાય તો ચોમાસુ સારુ જાય. તેને બદલે જો આ ત્રણેય નક્ષત્રો વરસાદ વગરનાં રહે તો સ્થળાંતર કરવું પડે તેવો દુષ્કાળ આવે.

અષાઢી પૂનમને દિવસે વાદળ હોય અને સાંજે પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન ફુંકાતો હોય તો સારું ચોમાસુ થાય. દક્ષિણ કે પશ્ચિમનો પવન હોય તો મધ્યમ ચોમાસુ થાય. નૈઋત્ય કે અગ્નિ દિશાનો પવન હોય તો નબળું ચોમાસુ જાણવું.

આવતી કાલથી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 25-26 જૂનથી ચોમાસું શરૂ થશે. પરંતુ 28 જૂનથી 2 જુલાઈની વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મહેસાણાના વિસ્તારો, હારીજ, સમી, બેચરાજી, કડી સિદ્ધપુર, વિસનગર, માણસા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

મધય ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદ
જ્યારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો, વડોદરા, પંચમહાલ, અને અમદાવાદમાં વરસાદની આગાહી છે. રાજસ્થાનના ઉદયપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થતા તથા સાબરકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણી છલકાવવાની શક્યતા છે.

ઉપરાંત મુંબઈ-મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં ડાંગ, આહવા, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાની પગલે નર્મદા બે કાંઠે વહી શકે છે. 8મી જુલાઈ સુધીમાં ગુજરાતના પછી તો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *