ગુજરાત ઉપર વરસાદને લઈને અંબાલાલ પટેલની જોરદાર આગાહી શું હજી વાવાઝોડાના છે એંધાણ જાણો - khabarilallive

ગુજરાત ઉપર વરસાદને લઈને અંબાલાલ પટેલની જોરદાર આગાહી શું હજી વાવાઝોડાના છે એંધાણ જાણો

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં પાંચ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદ રહેવાની વાત કરી હતી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાનું પ્રમાણ વધશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી દર્શાવી નહોતી. અંબાલાલ પટેલે અગાઉ જ આગાહી કરી નાંખી હતી કે, વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે.

વાવાઝોડું ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, વાવાઝોડાના કારણે વાવણી લાયક વરસાદ થયો છે. હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓના કારણે ખેડૂતોમાં ખુશી છે. જોકે, ચોમાસું ક્યારે બેસશે તેને લઈને ખેડૂતોને મોટો સવાલ થઈ રહ્યો છે. ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમામ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જેની અસર અન્ય લોકો પર પણ થાય છે.

સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરુઆત થતી હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે, જોકે, અગાઉ દેશના હવામાન વિભાગે ચોમાસાની સિસ્ટમ આગળ વધવા માટે સાનુકૂળ હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.

પાંચ દિવસની બુધવારે કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, હવામાન વિભાગ દ્વારા આ ચાર દિવસો માટે કોઈ ચેતવણી આપી નથી. આ દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *