આવનાર ત્રણ દિવસ ઠંડીમાં થશે ધરઘમ વધારો ગુજરાતના આ વિસ્તારો બનશે શિમલા મનાલી - khabarilallive
     

આવનાર ત્રણ દિવસ ઠંડીમાં થશે ધરઘમ વધારો ગુજરાતના આ વિસ્તારો બનશે શિમલા મનાલી

ઠંડી હવે ધીમે ધીમે વધી રહી છે, ઉત્તર ભારતના પર્વતો પર સતત હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી સતત વધી રહી છે. ઠંડી હવાની ગતિમાં વધારો થતાં ઠંડીનું મોજુ ફરી વળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં જ્યાં બદ્રીનાથ, કેદારનાથ સહિત અન્ય શિખરો પર હિમવર્ષા થઈ રહી છે.

જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠંડા પવનોએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ રોહતાંગના નોર્થ પોર્ટલમાં બરફના તોફાનના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. શુક્રવારે આવેલા આ બરફના તોફાનના કારણે મનાલી અને સોલંગનાલામાં હિમવર્ષાના કારણે 500 થી વધુ પ્રવાસી વાહનો અટવાઈ પડ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં ઠંડીના કારણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દેશના પહાડી વિસ્તારો તેમજ મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર પશ્ચિમ ભારત અને મહારાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે. આ 4 દિવસો દરમિયાન, મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18-20 તારીખ દરમિયાન પંજાબમાં વિવિધ વિસ્તારોમાં ગાઢ/ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે.

18-19 ડિસેમ્બર દરમિયાન હરિયાણા અને ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે, 18 અને 19 ડિસેમ્બરે ઉત્તર રાજસ્થાનમાં 18 અને આસામ અને મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ સ્થળોએ ગાઢ ધુમ્મસ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *