દાહોદમાં સર્જાયા ફિલ્મી દ્રશ્ય પ્રેમલગ્ન કરનાર દીકરી જોડે પિતાએ કર્યું એવું કે જોવા માટે લોકોની ભીડ લાગી ગઈ - khabarilallive
     

દાહોદમાં સર્જાયા ફિલ્મી દ્રશ્ય પ્રેમલગ્ન કરનાર દીકરી જોડે પિતાએ કર્યું એવું કે જોવા માટે લોકોની ભીડ લાગી ગઈ

ગરબાડા તાલુકામાં એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. ગરબાડા તાલુકાના મહિલા સભ્ય વનીતાબેને 8 મહિના પહેલા નીમચ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમના માતાપિતા ટીડીઓ ઓફિસથી જ ઉઠાવીને લઇ ગયા છે. મહિલાના પરિવારે તેનું ટીડીઓની ચેમ્બરમાંથી જ અપહરણ કરી દીધુ છે. પિતા પુત્રીને ખભા ઉપર બેસાડીને ગાડીમાં લઇ જવાઇ હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, દાહોદના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ 2 બેઠક પરથી પંચાયતના અપક્ષ સભ્ય તરીકે ચૂંટાયેલ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ માતાપિતા દીકરીના આ પ્રેમલગ્નથી ખુશ ન હતા.

કારણ કે, દીકરીએ જે યુવાન સાથે લગ્ન કર્યા હતા તેણે આ પહેલા ત્રણ છોકરીઓ સાથે લગ્ન કરીને છૂટાછેડા પણ લઇ લીધા હતા. આ યુવાનના ચોથા લગ્ન હતા. આ સાથે તેની સાથે એક બાળક પણ રહે છે.

પંચાયત સભ્ય વનીતાબેન 8 મહિના પહેલા નીમચ ગામના યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. શુક્રવારે, તાલુકા પંચાયતની સામાન્ય સભા હોવાથી તે ત્યાં આવી હતી. જેથી માતાપિતા પહેલાથી જ ત્યાં આવી ગયા હતા.

વનીતાને આવતાની સાથે જ માતા હાથ પકડીને બહાર લઇ ગઇ હતી. જે બાદ પિતાએ તેને ખભા પર બેસાડીને ફોર વ્હીલર કારમાં લઇ જઇને અપહરણ કરી લીધું હતુ. આ આખી ઘટના લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *