લોકોના જીવ તાળવે ચોંટયા અમદાવાદીઓ સૂતા હતા અને આકાશમાં 7 વિમાન અડધો કલાક સુધી ફરતા હતા - khabarilallive
     

લોકોના જીવ તાળવે ચોંટયા અમદાવાદીઓ સૂતા હતા અને આકાશમાં 7 વિમાન અડધો કલાક સુધી ફરતા હતા

હાલમાં જ અમદાવાદ એરપોર્ટ પર બનેલી ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં. એક તરફ એરપોર્ટ પર ઉભેલાં નવા પેસેન્જર પ્લેનના લેડિંગની રાહ જોઈ રહ્યાં હતાં. તો બીજા તરફ પ્લેનમાં સવાર મુસાફરો પણ ગભરાઈ ગયા હતાં.

રવિવારે અમદાવાદ એરપોર્ટ  પર બનેલી ઘટનાને પગલે સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતાં. એક તરફ એરપોર્ટ ઓથોરિટી  ચિંતામાં હતું તો બીજી તરફ હવામાં અધવચ્ચે ફસાયેલાં પ્લેનમાં સવાર મુસાફરો પણ ગભરાયેલાં હતાં.

એરપોર્ટ પર ઉભેલાં નવા પેસેન્જર પ્લેનના લેડિંગની રાહ જોઈ રહ્યાં હતાં. તો સામે પ્લેનમાં સવાર મુસાફરો પણ જમીન પર પગ મુકવા માટે ઉતાવળા બન્યા હતાં. આ પરિસ્થિતિને કારણે ઘણી બધી ફ્લાઈટના શિડ્યૂલ પણ ખોરવાઈ ગયા હતાં. અન્ય વિમાનો પણ તેના નિયત સમય કરતા લેટ ટેક ઓફ કરી શક્યા હતાં.

બન્યું એવું હતું કે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ટેકસી-વે પર ચાલી રહેલા કામથી રવિવારે સવારે રન-વે કન્જસ્ટેડ થઈ જતાં એક ઈન્ટરનેશનલ સહિત 7 ફ્લાઈટ હવામાં ચક્કર મારવા પડ્યા હતા. જેની અસર ફ્લાઇટોના શિડ્યૂલ પર પણ પડી હતી.

ડોમેસ્ટિક એરપોર્ટ પર સવારે 7:30 થી 8:30 વાગ્યા સુધી એક પછી એક ફ્લાઈટોના ટેકઓફથી રન-વે બિઝી થઈ ગયો હતો. જેના કારણે લેન્ડ થઈ રહેલી ફ્લાઈટોને એટીસીએ ક્લિયરન્સ નહીં આપતા કેપ્ટનને હોલ્ડનો મેસેજ અપાતા 7 ફ્લાઈટોએ આકાશમાં ચક્કર મારવા પડ્યા હતા.

જેમાં સૌથી વધુ ઇન્ડિગો અને વિસ્તારાની મુંબઇની ફ્લાઈટ અને ઇન્ડિગોની દિલ્હીથી અમદાવાદ આવતી કુલ ત્રણ ફ્લાઈટે આકાશમાં 20થી 25 મિનિટ ચક્કર મારવા પડ્યા હતા. આ ફ્લાઇટો તેના નિર્ધારિત સમયે લેન્ડ થઈ શકી ન હતી. કોલકાતા અમદાવાદ અને વિસ્તારાની દિલ્હી અમદાવાદની ફ્લાઈટે ચક્કર મારવા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *