સાઉથ ના એક્ટર પ્રભાસ તેનાથી 10 વર્ષ નાની બોલીવુડની આ અભિનેત્રીના પ્રેમમાં પડ્યો - khabarilallive
     

સાઉથ ના એક્ટર પ્રભાસ તેનાથી 10 વર્ષ નાની બોલીવુડની આ અભિનેત્રીના પ્રેમમાં પડ્યો

સાઉથ એક્ટર પ્રભાસ અને બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન ફિલ્મ આદિપુરુષમા સાથે કામ કરી રહ્યા છે. આ દરમિયાન ચર્ચાઓ થઈ રહી છે કે 32 વર્ષીય કૃતિ સેનન પોતાનાંથી 10 વર્ષ મોટા 42 વર્ષીય પ્રભાસને ડેટ કરી રહી છે. 

કોફી વિથ કરનથી ઉડવા લાગી અફવાઓ 
ક્રિતિ સેનન અને ટાઇગર શ્રોફ શો ‘કૉફી વિથ કરન’માં આવ્યાં હતાં. અહીં ક્રિતિએ કૉલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં પ્રભાસને ફોન કર્યો હતો. ત્યારથી જ બંને વચ્ચે સ્પેશિયલ બૉન્ડ હોવાની ચર્ચા છે.  રિપોર્ટ્સ પ્રમાણે બંને વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપ હોવાનું માનવામાં આવે છે.

રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આઈ રહ્યું છે કે પ્રભાસ તથા ક્રિતિને એકબીજા માટે ઘણી જ ફીલિંગ્સ છે. ફિલ્મ ‘આદિપુરુષ’ના સેટ પર બંને વચ્ચેનું બૉન્ડિંગ ગાઢ બન્યું છે. તેમના બૉન્ડિંગથી સૌને નવાઈ લાગી છે, કારણ કે પ્રભાસ ઘણો જ શરમાળ છે.

જોકે, તે ક્રિતિ સાથે ઘણી જ સહજતાથી વાત કરે છે. બંને વચ્ચે કંઈક છે તે વાત પણ બંને સાથે હોય ત્યારે દેખાઈ આવે છે. બંને હાલમાં પોતાના સંબંધો ધીમે ધીમે આગળ વધારી રહ્યાં છે. ગયા વર્ષે ક્રિતિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રભાસ થોડો શરમાળ છે, પરંતુ જ્યારે તેણે વાત કરવાનું શરૂ કર્યું તો પ્રભાસ ઘણો જ ફ્રેંક લાગ્યો.

ઉલ્લેખનીય છે કે ક્રિતિના સંબંધો આ પહેલાં સ્વ. સુશાંત સિંહ રાજપૂત સાથે હતા. થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે ક્રિતિ તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. પ્રભાસની વાત કરીએ તો તેનું નામ સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે અવાર-નવાર ચર્ચાતું હતું.

આદિપુરુષ આવતા વર્ષે રીલીઝ થશે 
આદિપુરુષ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં સૈફ અલી ખાન, સની સિંહ પણ છે. આ ફિલ્મમાં પ્રભાસ રામના અને ક્રિતિ સેનન સીતના રોલમાં જોવા મળશે. સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *