આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગની મોટી વાત આ વિસ્તારો વાળાને રહેવું પડશે સાંભળીને - khabarilallive
     

આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગની મોટી વાત આ વિસ્તારો વાળાને રહેવું પડશે સાંભળીને

એક વાર ફરી ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ આગામી 5 દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે.હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે.રાજ્યમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ પડશે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઇકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વર્તાવી હતી. જેના લીધે ડાંગર પકવનાર ખેડૂતોમાં આનંદ છવાઇ ગયો હતો. ગઇકાલે ડાંગના સાપુતારામાં સાંજથી જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો.

જેના લીધે 2 કલાકથી અવિરત વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા. બીજી બાજુ વાપી અને વલસાડમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. વલસાડમાં તો ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અહીં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે,  જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩  જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નિંગ ૫ર છે.

બીજી બાજુ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમરેલી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી.

તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *