જયાં બચ્ચનની આ શરત માની લીધી હોત તો એશ્વર્યા નઈ પણ આ હેરોઇન હોત બચ્ચન પરિવારની વહુ
અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ એક સમયે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. અમિતાભ બચ્ચનના 60માં જન્મદિવસે દુનિયાને કહેવામાં આવ્યું કે અભિષેક અને કરિશ્મા સગાઈ કરવાના છે. ત્યારથી ચાહકોનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો હતો. જો કે, આ સારા સમાચારને ટૂંક સમયમાં જ ગ્રહણ લાગ્યું જ્યારે તે પ્રકાશમાં આવ્યું કે કરિશ્મા અને અભિષેક હવે લગ્ન કરશે નહીં.
બચ્ચન અને કપૂર પરિવારે આ પાછળના કારણ અંગે સંપૂર્ણ મૌન સેવ્યું હતું. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં કરિશ્મા અને અભિષેક સાથે લગ્ન ન કરવાના કારણો વિશે પણ અલગ-અલગ દાવા કરવામાં આવ્યા હતા. આવો જ એક દાવો એવો હતો કે કરિશ્માની માતા બબીતાએ અમિતાભ બચ્ચન સામે કેટલીક એવી શરતો મૂકી હતી જેને સ્વીકારવાનો બચ્ચન પરિવારે ના પાડી દીધી હતી. પરિણામે, બચ્ચન પરિવાર અને કપૂર પરિવાર વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, બબીતા તેની પુત્રી કરિશ્માની આર્થિક બાજુ મજબૂત જોવા માંગતી હતી અને તેણે બચ્ચન પરિવારને તેમની મિલકતનો મોટો હિસ્સો અભિષેકને ટ્રાન્સફર કરવા કહ્યું હતું જેથી તેમની પુત્રીને પછીથી કોઈ આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. એવું કહેવાય છે કે બચ્ચન પરિવારે આમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
એવું પણ કહેવાય છે કે અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચન ઈચ્છતી હતી કે કરિશ્મા કપૂર લગ્ન પછી તેની એક્ટિંગ કરિયરને અલવિદા કહે. કરિશ્માને આ શરત સ્વીકાર્ય નહોતી. કહેવાય છે કે આ બધા કારણોસર કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન લગ્ન ન કરી શક્યા. બાદમાં અભિષેકે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા.