સપ્ટેમ્બર મહિનાની શરૂઆત લઈને આવશે ગુજરાત ઉપર આફતના એંધાણ આટલા દિવસ છે વરસાદની આગાહી - khabarilallive    

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત લઈને આવશે ગુજરાત ઉપર આફતના એંધાણ આટલા દિવસ છે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઇને આગાહી સામે આવી છે. આગામી પાંચ દિવસ માટે આગાહી વ્યક્ત કરાઇ છે. જે અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ નહિવત વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. બીજી બાજુ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.

આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ લગભગ વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માછીમારો અને પોર્ટ માટે હાલ કોઇ ચેતવણી આપવામાં આવી નથી. નોંધનીય છે કે, આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે.

હવમાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર, આગામી 2જી ઓક્ટોબરથી 5મી ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. જે બાદ 10મી બાદ પણ વરસાદની શક્યતા રહેશે. બાકી અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આમ તો લગભગ આજથી રાજ્યના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ શરૂ થશે.

31મી સુધી અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં હળવા દબાણની સ્થિતિ સર્જાવવાની શક્યતા રહેશે. જેના લીધે રાજ્યમાં વરસાદની સંભાવના રહેશે. જ્યારે 4-5 સપ્ટેમ્બર પછી વરસાદનું પ્રમાણ ઘટશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *